Blog

પોળો મા વર્ષો પહેલા ઘર માં બનેલા કૂવાનું પાણી માત્ર પૂજાપાઠ માં ઉપયોગ માં લેવાય છે

માણેકચોક વિસ્તાર માં આવેલી નાગજી ભુદર ની પોળ માં રહેતા મીનાક્ષીબેન શાહ ના ઘરે રહેલા કુવામાં છેલ્લા 50 વર્ષમાં કયારે પાણી નો ઉમેરો કર્યો નથી તેમ છતાં પાણી ખૂટતું નથી

પોળો ના મકાન માં રહેતા લોકો ઘરે બનાવેલા ટાકા માંથી રોજિંદા જીવન માં પાણી નો ઉપયોગ કરતા હતા જે આજે બહુ ઓછી જગ્યા  એ જોવા મળે છે ત્યારે  શહેર  ના માણેકચોક વિસ્તાર માં આવેલી નાગજી ભુદર ની પોળ માં રહેતા મીનાક્ષી બેન શાહ ના ઘરે  કૂવો છે તેમાં રહેલા શુદ્ધ પાણી નો આજે પણ માત્ર પૂજા પાઠ માં ઉપયોગ કરાય છે.

મીનાક્ષી બેન  શાહ કહે છે કે ,આ કૂવો 100 વર્ષ થી પણ વધારે જૂનો છે આ કુવા માં માત્ર વરસાદી પાણી નો સંગ્રહ કરવા માં આવતો અને ત્યાર પછી પરિવાર ના સભ્યો તે પાણી નો નિયમિત વપરાશ કરતા હતા. પહેલા સમય  માં અમારી પોળ ના દરેક મકાન માં આવા કુવા હતા,  જેમાં હાલ માત્ર અમારે ત્યાં જ કૂવો છે.  વરસાદ ના સમયે અમે આ કુવા માં પાણી સંગ્રહ કરતા હતા પણ છેલ્લા 50 વર્ષ થી અમે કુવા માં પાણી નો ઉમેરો કર્યો નથી તેમ છતાં કુવા માં પાણી અમૃત છે જેને લીધે માત્ર પૂજા પાથ માં આ પાણી વાપરી એ છીએ. કૂવાની પહોળાઈ 2 ફુટ છે અને તેને ઢાંકવા માટે 2 કિલોગ્રામ થી વધારે વજન નું ઢાંકણું છે.

  • પથ્થર અને ચુના ને લીઘે વર્ષો પછી પણ પાણી માં  લીલ થઇ નથી

100 વર્ષો પછી કુવા માં રહેલા પાણી માં લીલ થઈ નથી કે પાણી નો રંગ અને સ્વાદ પણ બદલાયો નથી. આ કૂવો પથ્થર અને ચુના ના મદદ થી બનાવવા માં આવતા હતા. આ કૂવો ઘણા ઊંડા હોય છે. કુવા માં રહેલું  વરસાદી પાણી નો દરેક લોકો સંગ્રહ કરે અને તેનો રોજિંદો જીવન માં ઉપયોગ કરવા થી સ્વાસ્થય વર્ધક ઘણા લાભ થી શકે છે.

  • કુવા હેરિટેજ ની આગવી ઓળખ બની છે.

પોળના લોકો એ પોતાની જરૂરિયાત મુજબ કુવા તૈયાર કરાવીયા હતા. આ કુવા હેરિટેજ સિટી ની આગવી ઓળખ બની રહેશે.  ઘણા વર્ષો પછી પણ કુવા માં રહેલું પાણી બગડતું નથી તે આજ ની પેઢી માટે એક રિસર્ચ નો વિષય બન્યો છે.

  • શહેર ની સોસાયટી વાષિક લાખો લિટર્ પાણી ને ભૂગર્ભમાં સંગ્રહિત કરે

પર્યાવરણ ને થઇ રહેલા નુકશાન ને લીધે વરસાદ ની અનિયમિતતા વધી છે. ઓછા પડી રહેલા વરસાદ ને લીધે પાણી નું મૂલ્ય ઘણું વધ્યુ છે ત્યારે શહેરની સેટેલાઇટ ની આમ્રશગુન અને શેલા વિસ્તાર ની નંદનબાગ સોસાયટી દ્વારા વરસાદી પાણી ને વહી જતું અટકાવવા માટે ખભાતી કુવા તૈયાર કરાયા છે અને તેને લીધે લખો લિટર પાણી ભૂગર્ભ માં ઉતારતા જળસ્તર માં વધારો થયો છે.

  1. નંદનબાગ સોસાયટી શેલા

છ ખંભાતી કુવા થી જળસ્તર માં સુધારો થયો

ખભાતી કુવા ને લીધે બધું પાણી જમીન માં ઉતરી જાય છે. દરેક ખંભાતી કુવા માં એક સાથે પચાસ હજાર થી વધારે લિટર પાણી જમીન માં ઊતરે છે.  ઉનાળા ની શરૂયાત ના સમય માં પહેલા અમારે વીસ ફુટ પાઇપ ઊતારવી પડતી નથી. વરસાદી પાણી નો યોગ્ય સંગહ કે જમીન માં ઉતરે તે માટે દરેક લોકો એ સાથે મળી ને કામ કરવું જોઈએ.

2.આમ્રશગુન બંગ્લોઝ   સેટેલાઇટ

રોડ કરતા અમારી સોસાયટી બે ફુટ નીચી છે અને તેને લીધે બે ફુટ થી પણ વધારે વરસાદી પાણી નો ભરાવો થતો હતો. ત્રણ વર્ષ પહેલા અમે સોસાયટી માં જ વરસાદી પાણી ઊતરી  જાય તે માટે બાર ફુટ પહોળા અને ત્રીસ ફુટ ઊંડા ખંભાતી કુવા બનાવ્યા છે અને તેના થી 6 કરોડ લિટર પાણી ઊતરે છે. ખંભાતી કુવા બનાવવા થી વધારે વરસાદ પડે તો પણ સોસાયટી માં ભરાઈ રહેતું નથી જે અમારા માટે ફાયદાકારક બન્યું છે . અમારી  સોસાયટી ના દરેક સભ્યો પાણી નો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તે માટે ખાસ અપીલ કરવા માં આવે છે.

 

Vardhman Envirotech

India’s Passionate rainwater company

Credit to Author: Mr. Pankaj Shrimali (Professor)

This article is published in: Gujarat Samachar.

We would like to spread this for the benefit of fellow Indians.